9 January 2018

બુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન



મિત્રો માણસ નો જીવ આમતો હમેશા વિશ્વના પ્રવાસ માટે ઝંખતો હોય છે.પરંતુ ઘણી બધી મજબુરીઓ અને બીજા ઘણા અન્ય કારણોને લીધે તેની આ ઈચ્છા મન માં ને મન માં જ રહી જતી હોય છે.

મિત્રો જ્યારે શાળાના પ્રાર્થના સંમેલન માં ક્યારેક વિદ્યાર્થી એવો સવાલ કરે કે વિશ્વની સૌથી ઉંચી ઈમારત કઈ? તમે તરત કહેશો કે દુબઈની બુર્જ ખલીફા ઈમારત......સરસ....પણ કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ સૌથી ઉંચી ઈમારત પરથી આખું દુબઈ કેવું દખાતું હશે? હવે આ સવાલ નો જવાબ જરા અઘરો બની જાય.અને માત્ર જવાબ આપવા ખાતર આપીએ તેમાં મજા નહિ.વિદ્યાર્થી ને આપણા વર્ગખંડમાં જ દુબઈના બુર્જ ખલીફા ટાવર પરથી દુબઈ શહેર ના સંપૂર્ણ દર્શન કરાવીએ તો?

હવે તમને પણ મનમાં એમ થતું હશે કે તો તો મજા પડી જાય.....પણ પછી તરત તમારા મન માં નવો સવાલ થશે કે કેવી રીતે? મિત્રો આજના યુગમાં ટેકનોલોજી દ્વારા આ બધું જ શક્ય છે.તમારે માત્ર નીચે આપેલ લિંક પર ક્લિક જ કરવાનું છે.ક્લિક કરતાની સાથે જ થોડી વાર માં સંપૂર્ણ દુબઈ નો 360 અંશ ના વ્યુ નો પનોરેમિક તમારી સામે આવી જશે.તમે ખુદ આ ટાવર પર ઉભા હો અને સંપૂર્ણ દુબઈને તમારી નજરોથી જોતા હો તેવો અદભુત અનુભવ તમે કરી શકશો.હવે આ અનુભવ શરુ કરો તે પહેલા તેના વિષે થોડી માહિતી મેળવી લઈએ.ગેરાલ્ડ ડોનોવેન નામના એક ફોટોગ્રાફરે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની છત પરથી, એટલે કે દરિયાની સપાટીથી ૮૨૮ મીટરની ઊંચાઈએથી સમગ્ર દુબઈ શહેરની ૭૦થી વધુ તસવીરો ખેંચીને તેનો એક પેનોરમા તૈયાર કર્યો છે   દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએથી ખેંચાયેલી આ સૌથી વિશાળ તસવીર છે, જે આખા શહેરને આવરી લે છે.
આ બિલ્ડિંગનાં એલિવેટર્સ ૧૬૦મા માળ સુધી જાય છે. ગેરાલ્ડે ત્યાંથી પણ ઊંચે, બીજા લગભગ ૬૫ માળ જેટલે ઊંચે સુધી એક લગભગ સીધી સીડીએથી ચઢીને, ત્યાં પોતાનાં ઇક્વિપમેન્ટ મૂકીને આ ફોટોગ્રાફી કરી. ગેરાલ્ડ કહે છે કે ૩૬૦ ડીગ્રીનો પેનોરમા શૂટ કરવા માટે આ સૌથી આદર્શ બિલ્ડિંગ છે કેમ કે તેની ટોચ ફક્ત દોઢ મીટર પહોળી છે!
તો તૈયાર થઇ જાઓ બુર્જ ખલીફા પરથી દુબઈ શહેરના સંપૂર્ણ દર્શન માટે 

આ વ્યુ જોવા માટે અહી ક્લિક કરો 
આ વ્યુ જોવા માટે ફ્લેશ પ્લેયર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે.અહી સ્ક્રીન પર નીચે નેવિગેશન બટન આપેલ છે તેનો ઉપયોગ કરી તમે આ વ્યુને તમારી જરૂરિયાત મુજબ જોઈ શકશો

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home