8 June 2014

બ્રોડબેન્ડ કનેક્શન માટે પસંદ થયેલ પ્રાથમિક શાળાઓની માહિતી

પ્રતિ,
બ્લોક એમ.આઇ.એસ. કો. ઓર્ડિનેટર,
તાલુકા :તમામ,

વિષયઃ કોમ્પ્યુટર લેબ ધરાવતી ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓને બી.એસ.એન.એસ. દ્વારા આપવામાં આવનાર બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન બાબત 

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્‍વયે જણાવવાનું કેજીસીઇઇએસએસએ વતી GIL દ્વારા ઓપન ટેન્‍ડર પ્રક્રિયાથી કોમ્પ્યુટર લેબ ધરાવતી ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓને બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન પૂરા પાડવા માટે નીચેના ભાવથી બીએસએનએલ ને અત્રેની કચેરી દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવેલ છેઃ
ક્રમ
પ્રથમ વર્ષ
દ્રિતીય વર્ષ
તૃતીય વર્ષ
માસિક ભાવ-રૂ.૭૦ર.રપ/- અનલીમીટેડ પ્લાન લઘુત્તમ પ૧ર કેબીપીએસ સ્‍પીડ (હાર્ડવેર અને ટેક્ષ સાથે)
માસિક ભાવ-રૂ.૭૦ર.રપ/- અનલીમીટેડ પ્લાન લઘુત્તમ પ૧ર કેબીપીએસ સ્‍પીડ (હાર્ડવેર અને ટેક્ષ સાથે)
માસિક ભાવ-રૂ.૭૦ર.રપ/- અનલીમીટેડ પ્લાન લઘુત્તમ પ૧ર કેબીપીએસ સ્‍પીડ (હાર્ડવેર અને ટેક્ષ સાથે)
વર્ક ઓર્ડર મુજબ બીએસએનએલ નીચેની શરતો મુજબ શાળાઓને બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન પૂરા પાડશેઃ
1.     આ સાથે સામેલ યાદી મુજબની શાળાઓમાં બીએસએનએલ દ્વારા માત્ર અને માત્ર બ્રોડબેન્‍ડ (wired)ઇન્‍ટરનેટ કનેકશન પૂરું પાડવામાં આવશે. યાદી મુજબની શાળાઓમાં બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન ફેઝીબલ છે તે અંગેની બાંહેધરી બીએસએનએલ દ્વારા આપવામાં આવેલ હોઇ બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન સિવાયના કોઇ કનેકશન 2G, WLL સ્‍વીકાર્ય નથી.
2.     સદર કામગીરી માટે બીએસએનએલને ઉકત ભાવ ઉપરાંત કોઇ પણ પ્રકારના ટેક્ષ કે ચાર્જ ચૂકવવાપાત્ર નથી.
3.     પેનલ્‍ટીઃ બીએસએનએલ ર૪X૭ ઇન્‍ટરનેટ સેવા અને સર્વિસ સપોર્ટ આપવા માટે બંધાયેલ છે. જો ઇન્‍ટરનેટ કનેકશન કાર્યરત ન હોય તો તે અંગે શાળા ર૪X૭ ઉપલબ્‍ધ બીએસએનએલના કસ્‍ટમર કેર પર ફરિયાદ નોંધાવી શકશે.  બીએસએનએલના કસ્‍ટમર કેર નંબરની જાણકારી ટુંક સમયમાં આપવામાં આવશે.
3. જો નોંધાવેલ ફરિયાદનું નિવારણ ર૪ કલાકમાં ન થાય તો
- પેનલ્‍ટી રૂ. પ૦/- પ્રતિ દિન સાત દિવસ સુધી
- ૭ દિવસથી વધારે વિલંબ માટે માસિક ભાડું ચૂકવવાપાત્ર નથી.
4.     ચૂકવણું - ઇન્‍ટરનેટ કનેકશનના બીલનું ચૂકવણું શાળા (SMC) કક્ષાએથી કરવાનું રહેશે. જે માટે વાર્ષિક સંભવિત બીલની રકમ જે તે  SMCના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવશે.


આમઉપરોકત વિગતો બી.એસ.એન.એસ. દ્વારા શાળાઓને આપવામાં આવનાર બ્રોડબેન્‍ડ (wired) ઇન્‍ટરનેટ કનેકશન બાબતે કામગીરીમાં સરળતા માટે ક્લસ્ટર તથા શાળા કક્ષાએ જરૂરી જાણકારી પહોંચાડવા માટે આપને જણાવવામાં આવે છે.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home